હૈ જી મારા હૈયા માં હરખ ન માય જી,
ગુરૂ મારા સિંચડ કિધો રેં તમે સાબદો.
હે જી મારા હૈયાં માં…
આ તો સતસંગનો સિંચોડ માંડીયો
માંય શબ્દની શેરડી પીલાય
રહસ્ય રૂપી માંય રસ નિકળે રેં
એની ભાવે થી રે કુંડીયુ ભરાંય
હે જી મારા હૈયાં માં…
આ તો કાયા રૂપી કડા બનાવી
ભાઇ ઠીક કરી માંળીગ ઠેરાય
કુડા કપટ નાં બળતણ બાળતા રેં
એમાં અનુભવ રસ ઉભરાય રેં
હૈ જી મારા હૈયાં માં…
આ તો ધર્મ નામ પડી માં ધુબકી
જોં ને ગુણ રૂપી ગોળ પકવાય
આં કુબુધ્ધી રૂપી કામસ ઉતારવાં
અને માંથે પ્રેમ પાવડીયું રેં ફેરાય
હૈ જી મારા હૈયાં માં…
અનેક લોકો ગોળ ખાવા ઉમટ્યા
આવી ને ઉભા અખેડા ની માંય
દાસી જીવણ સત ભીમનાં ચરણાં
મારા મન નાં માટલા રેં ભરાય
હૈ જી મારા હૈયાં માં