12 મૂળ મેલમાં વસે ગણેશા


મૂળ મેલમાં વસે ગણેશા‚
ગુરુ ગમસે ગુણ પાતા‚
ગુણપતિ દાતા‚ મેરે દાતા હો…

તમે ભાંગો મારા મનડાની ભ્રાંતા‚
તમે ભાંગો મારા દિલડાની ભ્રાંતા‚
ગુણપતિ દાતા‚ મેરે દાતા હો…

તમે ખોલો મારા રૂદિયાના તાળાં‚
મેરા દુઃખ દારિદ્ર મટી જાતા‚
ગુણપતિ દાતા‚ મેરે દાતા હો…

ધુપ ધ્યાન ને અખંડ આરતી‚
ગુગળના ધૂપ હોતા‚ ગુણપતિ દાતા‚
મેરે દાતા હો…

રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે‚
ઝીણી ઝીણી ચાલ ચલંતા‚
ગુણપતિ દાતા‚ જીવો દાતા હો…

ખીર ખાંડ ને અમરત ભોજન‚
ગુણપતિ લાડુ પાતા‚
ગુણપતિ દાતા‚ જીવો દાતા હો…

શુધ બુધ નારી તેરી સેજ બિછાવે‚
નિત નિત ચમર ઢળંતા‚
ગુણપતિ દાતા‚ જીવો દાતા હો…

ગુરુ પ્રતાપે બોલ્યા તોરલપરી‚
મરજીવા મોજું પાતા‚
ગુણપતિ દાતા‚ જીવો દાતા હો…


Leave a Reply

Your email address will not be published.