તમને જાઝી રે ખમ્માયું પીર રામા
તમને જાઝી રે ભલાયું પીર રામા
તમે ઘેર અજમલરાં જાયા હો જી…
પીરનાં લીલુડાં નીશાન ફરકે,રામાના
તને દુનીયાં સારી નિરખે હો જી…
તમને જાઝી ખમ્મા…
પીરના ઢોલ નગારા વાગે,રામાના
મારા રામા ધણીના આગે હો જી…
તમને જાઝી ખમ્મા…
પીરે ભેરવો રાક્ષસ માર્યો,રામાયે.
પલમાં દૈત્ય સંહાર્યો હો જી…
તમને જાઝી ખમ્મા…
પીરના “હરજી ભાટી” ગુણ ગાવે,રામાનાં
તારા ચરણે શીશ નમાવે હો જી…
તમને જાઝી ખમ્મા…