પીર તમે નોંઘારા ના આઘાર રે,
સાચો ધણી રે મારે રામદેવજી…
સાચો ધણી રે મારે…
મધ રે દરીયામાં પોકારે વાણીયો રે,
બુડતાના તાર્યા વાણીયાના વહાણ રે
સાચો ધણી રે મારે…
વણજારાના વચન પીરજી સાંભળ્યા રે,
મીશ્રીનું કીધુ બાવે જોને લુણ રે
સાચો ધણી રે મારે…
ખંભે કામળો ને હાથમાં ગેડીયો રે,
પીર બન્યા ગાયુના રે ગોવાળ રે
સાચો ધણી રે મારે…
રામો રમે રે રંગ મહેલમાં રે,
પીર રમે સેવક ને દરબાર રે
સાચો ધણી રે મારે…
હરી ના ચરણે હરજી બોલીયા રે,
દેજો અમને તમારા શરણો માં વાસ રે
સાચો ધણી રે મારે..