જાવું એક દાડે જીવને જાવું એક દાડે,
મોંઘામુલો મનખો મેલી જાવું એક દાડે.ટેક
ઉછી ઉધારા તારા કેટલાદી ચાલશે,
ખોળયુ લીધું છે માંગી માંડ ભાડે.
આવો રૂડો મનખો મેલી…..
ઢળીયા ડુંગર તારા ધર નહીં જાલે,
બંધ બાંધશે લઈ કાચે નાડે.
આવો રૂડો મનખો મેલી…..
જમરા આવ્યે કેનું જોર નહીં ચાલે,
જોઈતો રહેશે સોવ ફાટે જાડે.
આવો રૂડો મનખો મેલી…..
જનની વળાવે તુને ઝાપલા સુધી,
મિત્રો મેલીને જાશે ઉજડ પહાડે.
આવો રૂડો મનખો મેલી…..
દાસી જીવણ સત ભીમને ચરણે,
હરીના વળાવ્યા પાછા કોણ વાળે.
આવો રૂડો મનખો મેલી…..