04 માવાની મોરલીયે મારા મનડા


વાની મરલીયે મારા હો માવાની મરલીયે
મારા મનડાં હર્યા રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે

પ્રેમ ચંદનના જાડાવા હે પ્રેમ ચંદનના
હો પ્રેમ ચંદનના જાડાવા હે પ્રેમ ચંદનના જાડાવા
મારી દેહમાં રોપ્યા રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે

હે આંશુંડે ભીંજાય કસવો રે વાલા
આંશુંડે ભીંજાય હો આંશુંડે ભીંજાય કસવો રે
વાલા આંશુંડે ભીંજાય કસવો રે
હે ભીંજાય આછા ચીર રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા

હે માવો માવો શું કરો હે માવો માવો હો
હે માવો માવો શું કરો હે માવો માવો શું કરો
હે માવો મારી પાસે રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે

હે મનડું મારુ તલખે વાલા દલડું મારુ હો
મનડું મારુ તલખે વાલા દલડું મારુ હો
મેં ઘર બાર મેલ્યા રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે

હે દાસી જીવણ ભીમના ચરણા દાસી જીવણ હો
હે દાસી જીવણ ભીમના ચરણા
મોરલી વાળો રે
માવાની મરલીયે મારા મનડાં હર્યા રે


Leave a Reply

Your email address will not be published.