07 હાટડીયે કેમ રેવાસે


હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ
હે રામની રજા નઈ રે મારા…
રામની રજા નઈ રે મારા દેહનું સુજે નઈ
હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ…

બેસવા સારું હાટડી કીધી હાટડી ખડી થઈ
બેસવા સારું હાટડી કીધી હાટડી ખડી થઈ
હે તેડાં આવ્યા રામના જ્યારે…
તેડાં આવ્યા રામના જ્યારે હાટડી પડી ગઈ
હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ
હે રામની રજા નઈ રે મારા…

જમડે જ્યારે ઢોલિયે બાંધ્યો જરા મરણ નઈ
જમડા જ્યારે ઢોલિયે બાંધ્યા જરા મરણ નઈ
દસ મસ્તક ને વીસ ભૂજાઈ…
દસ મસ્તક ને વીસ ભૂજાઈ રાવણ રહ્યો નઈ
હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ
હે રામની રજા નઈ રે મારા…

ઉચી મેડીને અજબ જરુખા સુખમાં રહ્યો તુર
ઉચી મેડીને અજબ જરુખા સુખમાં રહ્યો તુર
જમડે આવી જાલ્યો ત્યારે…
જમડે આવી જાલ્યો ત્યારે લાવો લઈ શક્યો નઈ
હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ
હે રામની રજા નઈ રે મારા…

ધર્મ ના કામમાં ઢીલ ના કરવી વેળા જાસે વઈ
ધર્મ ના કામમાં ઢીલ ના કરવી વેળા જાસે વઈ
હે દાસી જીવણ ભીમ પ્રતાપે…
દાસી જીવણ ભીમ પ્રતાપે નામની નોબત થઈ
હાટડીયે કેમ રેવાસે એ મારા રામની રજા નઈ
હે રામની રજા નઈ રે મારા…


Leave a Reply

Your email address will not be published.