11 મારે મોલે માવા પઘારો


હે મીઠાજી જાણી લીધો તારો મર્મ
અમારે મોલે માવા આવો
જાણી લીધો તારો મર્મ
કે મારે મોલે માવા પધારો
મારે મોલે માવા પધારો
મારે મોલે માવા પધારો ..

“જે જીવણ કહે તારે ને મારે છે
એમાં સહુ જુગ જાણે
શામળિયા શેની રાખે શરમ
બીજાની બોલાવી હું નહીં બોલો
મારા નાથ ની આગળ”
એવા મારા નાથની આગળ હું તો
કે મારે મોલે..

“જીવણ કહે હેજી બકીને બોલાવું
તો શરમ હાજે તારી
કે શામળા ભર્યો રાખ તારો ભરો
પર ઘેર પાણીડા નહીં ભારે
હે આતો બાદશાહ સાકી વરમ”
હેજી આતો બાદશાહ કેરી વરમ
કે મારે મોલે..

“હેજી બહુત ગુના મારા બક્ષતો નામી
હે જોને ઓળે આવી ધરો
વડાને વિકાર કબુ ના આપે
મારો ગિરધારી ના હોય ગરમ”
મારો ગિરધારી ના હોય ગરમ
કે મારે મોલે..

“સમજાવી કેજો કોઈ શ્યામળા વાલાને
હે જોને અકળ રૂપ અપરો
દાસી જીવણ સત ભીમના ચરણે
હવે મારે છૂટી ગયા કલપ ના કર્મ”
મારે છૂટી ગયા કલપ ના કરમ
કે મારે મોલે..


Leave a Reply

Your email address will not be published.