122 નેડલો કરીયે કોઈ સાચારે પુરુષનો રવીરામ


નેડલો કરીયે કોઈ સાચારે પુરુષનો,
પ્રીતિરે કરીયે કોઈ સમજેલા પુરુષનો,
વરિયે વાલા વિઠ્ઠલ વરની સાથે રે

હંસલો ને બંગલો એક એક રંગા,
બેઠા ઈતો સરોવરની તીરે,
હંસલાને જોઈએ સાચા મોતીડાનો ચારો,
બગલો મોહયો છે માછલી માથે રે.
નેડલો કરીયે કોઈ સાચારે પુરુષનો…

ચોર અને શાહુકાર આ એક એક રંગા,
દીઠા રે આ ભવસાગર માહી,
શાહુકાર સુતોરે રાતે, ભરીરે નિંદ્રામાં વાલીડા,
એ ચોરતો ચોરી કરી નીકળ્યો માજમ રાતે રે.
નેડલો કરીયે કોઈ સાચારે પુરુષનો…

સતગુરુજી ને આપણે રાખવા સંગાથે ને,
તાળીરે પડશે નહીં એક હાથે,
કહે રવીરામ ગુરુ ભાણના પ્રતાપે વાલીડા,
તરીને ઉતરવું ગુરુની વાતે.
નેડલો કરીયે કોઈ સાચારે પુરુષનો…


Leave a Reply

Your email address will not be published.