ગુરુગમ ખોજો રે, આ ઘટ માંહી.
કર સતગુરુ કી સેવ, ઔર સબ જુઠી બાજી,
દેખ પતંગ કો રંગ, તાહી પર દુનિયા રાજી.
સત્ય શબ્દ સુજે નહીં, જુઠ જુઠ કુ ધ્યાય.
આપકી તો ગમ નાહી, કહાંસે આયા કહાં જાય.
દૂર દેખન મત જાવ, પકડો સુરતા કી દોરી,
કરો શબ્દ સે મેળ, રહો તુમ દોઈ શ્વર જોડી,
અક્ષર આદિ અનાદિ કા, અક્ષરાતીત ઓળખાઈ.
શબ્દ પાર હૈ સાહેબો, સો સત શબ્દે સમજાઈ.
સહજ શૂન્ય કે માંહી, પરમ હંસ કા વાસા,
નિરાધાર, નિરવાણી કબહુ હોઈ ન નાસા,
કર્મ ભર્મ કુ ભાંગ દે, કર સતગુરુ કી સેવ.
સાન સમજ લે સતગુરુ કી, અવર નહિ કોઈ દેવ.
બાજી સબ હદ માંઈ, બેહદ કિરતાર કહાવે,
અનહદ અપરંપાર, ભાણ બ્રહ્મ ભેદ બતાવે,
બાહિર ભીતર એક તાર હૈ, રમતા રામ કબીર.
ખીમદાસ કહે ખલક દરિયા, સન્મુખ સામે તીર.