મૂળ રે વિનાનું કાયા ઝાડવું,
એને પડતાં નહીં લાગે વાર.
એને પુણ્ય રે રૂપી ખાતર પૂરજો,
એના મૂળિયાં પાતાળમાં જોને જાય.
એને સત્યરૂપી જળ સિંચજો,
એવાં નૂરત સૂરત દોનું ઘટ માય.
એને શીલ ને સંતોષના ફળ લાગશે,
એ તો અમરફળ જેવા હોય.
કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે,
તમે પ્રભુને ભજીને ઉતરો ભવ પાર.