13 મે મસ્તના મસ્તી ખેલ મે દિવાના


મે મસ્તના મસ્તી
ખેલ મે દિવાના દર્શનકા,
ખમયા ખડક હાથ લઈ ખેલું,
જીત તણા અબ દઉં ડંકા
મૈ મસ્તના મસ્તી…

રા’આંગણ મે વાસ રોપાઉ
ધીરજ ઢોલ બજાવુંગા,
નુરત અને સુરતકા નટવા ખેલે
અભય મોજ લઈ આવુંગા.
મૈ મસ્તના મસ્તી…

પ્રીત પરવાના પાટા પ્રેમકા,
સંત ચરણ રજ મે ટાકા,
કાળ ક્રોધ દુશ્મન ડરાવું
સતનામ ઘઉં ટાકા
મૈ મસ્તના મસ્તી.

સંત ચરણ તણી ઓહટ લઇ ચાલુ,
હુકમ ગુરુકા હલાઉગા,
રામ નામકા અમલ પીલાઉ,
રચના રામ રટાઉગા,
મૈ મસ્તના મસ્તી…

બેઠા મોજ લઉ બંદગીસે
કોટ વસાઉ ગુરુવંકા,
દાસી જીવણ ભીમ ચરણે મે
સિપાહી હું મેરામ કા
મૈ મસ્તના મસ્તી.


Leave a Reply

Your email address will not be published.