130 સોહીવાત કોઈ જાણે ઝવેરલા મેરામસાહેબ


સોહીવાત કોઈ જાણે ઝવેરલા,
શુક્સમ વેદ સુણાવુ મેરેદાતા,
સદગુરૂ રામને રીજાવુરે….

મન પવનનો મુડો બાંધી,
અગમ ખડકીએ આવુ રે,
ખરીખબરથી ખોજુ ખાવનને,
તે પર લગની લગાવુ રે…..

મુળકમળને મધ્યમાં લાવું,
ઉન મુન ધ્યાન લગાવુ રે,
ઈ અટકળથી જપુ અજંપા,
સ્વાશ ઉસ્વાશે સમાવુ રે…..

ચલી સુરતાં સડી ગગન પર,
અનહદ નાદ બજાવુ રે,
જળહળ જ્યોતિ જાગી જરૂખે,
રૂકી બ્રહ્મશેર જગાવુ રે….

આવન જાવનકા મિટ્યા અંતરા,
એ પરવાના પાવુ રે,
મેરામસાહેબ સદગુરૂ ચરણે,
નવિનકલમાં ન આવુ રે…..


Leave a Reply

Your email address will not be published.