ભમ ભમ ભુંગળ વાગે,
ડમ ડમ ડાકલા વાગે,
મારી જુની કળાનાં દેવો જાગો,
આદી અનાદી એક ભુવોધુણે છે..
વ્રે વેરાગી એક રાવળ આવ્યો,
જુગતેથી જાતર માંડ્યો,
દશમે મોલ દેવ નુરીજન,
અગમ પાલખ. સે આઘો….
અનહદ સાંકળ ગરજી ગગનમાં,
બેહદ પરસંદો વાગ્યો,
અખંડ જ્યોતી અજવાળા કાકડા,
વચન જંજીરો સાંધ્યો….
વચનવાણીની ગુરૂની વાસાલીધી,
મુક્તિ વધાવો માંગ્યો,
સદગુરૂએ મને સાન બતાવી,
એકજ દૌરમે સાંધ્યો……
મોતિરામ ચરણે,
બોલ્યા મેરામ સાહેબ,
મને ગુરૂવચને ગુણ લાગ્યો….