132 સાધુ અજબ બન્યો એકતારો મોતિરામ


સાધુ અજબ બન્યો એકતારો હો જી,
હેજી એનો અલખસે વગાડ નારો….

સુરતાનો તાર લાગ્યો ગગનમાં,
વાગે સોહંમ જણકારો,
તન તુમડા મનડાંડવો,
સુક્શમણા નો જારો……

શિલ રેણીની ખાલ સંતોષની,
ગ્યાન ઘોડીનો સહારો,
ભજનનો રંગ ભાવની કલગી,
હરીજન ગ્યાન વિચારો,

તારમીલાવી વગાડવા લાગ્યો,
તુહી તુહી રણુકારો,
એકસ્વર સુરતાને સાંધી,
શબ્દ સળંગ એકતારો…..

યહી રાગમાં મનસે રાઘો,
પ્રિતે પ્રેમરસ ધારો,
કહે મેરામ મોતિરામ ચરણે,
વગાડ નારો સાંધો………


Leave a Reply

Your email address will not be published.