જ્યાં જોવુ ત્યાં રૂપજ એનુ,
નજરે મારી આવ્યું રે,
જળથળને ગગન ગુફામાં,
સાહેબ આપ સમાવ્યુ રે…
ઓહં સોહંમાં રહે તુતો,
શબ્દે સળંગ સમાવ્યુ રે,
ઘટભીતર મેતો ભાળુ એને,
સકળ લોકમાં સમાવ્યુ રે…
હુંમાં તુતો તુમાં તુતો,
દલભીતરમાં સમાવ્યુ રે,
બાહીર જોતાં ભિતર હેરો,
નૂરતે સુરતમાં સમાવ્યુ રે…
નામમાં ભાળુ વચનમાં ભાળુ,
સત્યમા એ સમાવ્યુ રે,
અખીલ બ્રહ્માંડમાં જોયુ મેતો,
પાંચ તત્વમાં સમાવ્યુ રે…
નૂરમા ભાળુ તેજમાં ભાળુ,
આતમે તહી સમાવ્યુ રે,
કહે મેરામ મોતિરામ ચરણે,
સહેજે એતો સમાવ્યુ રે….