હું શું બ્રહ્મરસ ભોગી,
રસ પિવાને આવ્યો રે,
બંકનાળની વાટ સે મારી,
ગગન મંડળ ચડી આવ્યો રે
પહેલા ઉજડ કરીડાલુ વનને,
ફેર સમંદર વસાવ્યો રે,
ઈગ્લા પિગ્લા વહતી રેના,
સુક્શમણા પર સલાયો રે…
ઊંડો દરિયો બહુત ભરીયો,
વહા જઈ રમાવ્યો રે,
અગમ અગોચર બહુત અનેરો,
પાર નહી હું પાયો રે….
ભિતર જોવ ત્યાં બાહીર હેરો,
સુરતે રસ સમાવ્યો રે,
આ રસતો નિરગુણની નાળુ,
પિવે પિવન હારો રે…..
પૂર્વજનમની પાળ પાકી,
મોતિસે રખવાળો રે,
કહે મેરામ મોતિરામ ચરણે,
રસ આપે નિરાળો રે….