હેજી મોહે વર્ષત અનહદનૂર,
સદગુરૂ મોહે શાન બતાએ હો….
નૂર વર્ષે અનહદ ઘર કે,
જીલ મિલ વર્ષે ઘોર…
ઓહં અગરીયા સોહં સુગરીયા,
વહા બાજત હે શોર…
શુંન શિખરીયા ભમર ગુફરીયા,
કાલીંદ્રીમાં કોણ…
વિન વાદળીયા આપ ઉભરીયા,
અંતર વર્ષે ઔર…
સહજ સતમાં આખીર તત્માં,
લગી ગગનીયામાં દૌર…
આતમ એકહી આપ અનોપી,
સંત કરે રે કીલોલ…
સંત શાયરીયા મોતિ મળીયા,
નહી જનમકી ડોટ…
કહત મેરામ સત મોતિરામ,
સંત ચરણ કી છોટ…..