136 મારા મનઘેલા કાયા કરણીને વારો જતી ગોરખ


મન બાંધી ધરતી રે હા
એવી પવન બાંધી કાયા રે ,
હે જી એવા વણ રે વાદળ મેહુલા વરસ્યા રે,

મારા મનઘેલા કાયા કરણીને વારો,
માંયલા મનડા ને વારો
પારકા ખેતીરીએ મત જાઓ હા,
જાશો તો માર ખાશો રે
મારા મનઘેલા…

આવતા સંતો ને રે હા
આદરભાવ દીજીએ
એજી એમના પગ ધોઈ પાવન થઈએ રે
મારા મન ઘેલા

પારકા ખેતરીએ રે હા
વીરા બીજ મત વાવણા
એજી તમે વાવ્યા પછી પસ્તાશોરે
મારા મન ઘેલા..

પારકા સ્વરૂપ જોઈને રે હા
મન મત ડગાવો જી
એજી તમે જીતી બાજી હારી જાશો રે
મારા મનઘેલા..

જમડા રે આવશી રે હા
લઈ જાશે જીવ ને રે જી
એ જી તારુ ભર્યું કુટુંબ બધુ રોશે રે
મારા મન ઘેલા…

ગુરુ ના પ્રતાપે રે જતી ગોરખ બાલ્યા રેજી,
એજી એમની વાણી લેજો જાણી રે
કાયા કરણીને વારો, માંયલા મનડાને વારો,
મારા મનઘેલા


Leave a Reply

Your email address will not be published.