હે કોઈ સાધુ સૂરમાં,
કોઈ મન અખરસે મીલાવેગા;
સુરત નુરતની સહેજમાં,
ધૂન ધ્યાન લગાવેગા.
જાણું મન વસ્તા રહો,
તબ ભયા મન નિવેડા;
ગુરુ નહી કે શિષ્ય નહી,
નહી ન્યારા નહી ભેડા.
હે કોઈ સાધુ સૂરમાં…
અસંખ્ય અવતારમાં,
સબ ઘર ગુમાયા;
પલમાં સપના પલટીયા,
જબ સતગુરુ પાયા.
હે કોઈ સાધુ સૂરમાં…
પ્રગટ સુનમાં પેખીયા,
એક શબ્દ જગાયા;
જેસા દર્શન દેખ્યા એસા,
તેસા ફલ પાયા.
હે કોઈ સાધુ સૂરમાં…
અંબુ તણો વિસ્તાર હે,
અંબુમાં ભળીયા;
ભાણને સતગુરુ ભેટીયા,
સંશય સબ ટળીયા.
હે કોઈ સાધુ સૂરમાં….