તમે ભાંગો મારા દલડાંની બ્રાંતા
તમે તોડો મારા રૂદિયાનાં તાળાં
મેરાં દુઃખદારિદ્ર મટી જાતાં ગુણપતિ
દાતા મેરે દાતા હો જી…
મૂળ મહેલ મેં વસે ગુણેશા અનુભવ સે ગમ પાતા
ગુણપતિ દાતા મેરે દાતા હો જી…
ધૂપ દીપ ને ફૂલડાંની માળા ગૂગળ-ધૂપ ચડંતા
ગુણપતિ દાતા મેરે દાતા હો જી…
રૂમઝૂમ રૂમઝૂમ નેપુર વાજે મધુરી ચાલ ચલંતા
ગુણપતિ દાતા મેરે દાતા હો જી…
તોરલ પરી રૂખડિયો રૂખડીયો બોલ્યા મરજીવા
મોજું પાતા ગુણપતિ દાતા મેરે દાતા હો જી…
તમે ભાંગો મારા દલડાંની બ્રાંતા તમે તોડો મારા
રૂદિયાનાં તાળાં મેરાં દુઃખદારિદ્ર મટી જાતાં ગુણપતિ
દાતા મેરે દાતા હો જી…