મોટો મહિમા ગુરુદેવનો રે ,
હૈયે રાખો ને વિશ્વાસ,
હૈયે રાખો ને વિશ્વાસ
મોટો મહીમા ગુરૂદેવનો રે
ગુરુજીના શબ્દો ની મોરલી રે,
વાગે ત્રિવેણીના ઘાટ,
વાગે ત્રિવેણી ના ઘાટ
મોટો મહીમા ગુરુદેવનો રે..
ઇંગલા પીંગલા ને સુષુમણા રે,
લેહ લાગી બંકનાળ,
લેહ લાગી બંકનાળ
મોટો મહીમા ગુરૂદેવનો રે
નાભિ રે કમળમાં તપાસીયુ રે,
લાગ્યો સોહમ શબ્દે તાર,
લાગ્યો સોહમ શબ્દે તાર,
મોટો મહીમા ગુરૂદેવનો રે…
દસમા દ્વારે તપાસીયુ રે ,
ઝળહળ જ્યોતો નો પ્રકાશ,
ઝળહળ જ્યોતોનો પ્રકાશ
મોટો મહીમા ગુરુદેવનો
મચ્છંદર પ્રતાપે ગોરખ બોલીયા રે,
દેજો સંત ચરણે વાસ,
દેજો સંત ચરણે વાસ
મોટો મહિમા ગુરૂદેવનો રે….