ન જાણું નિજથી રાજારામ કેડી વિધ રીજસા.
આકાશ તંબુ ધરા જાજમ, દશ તણી દિગપાલજી,
ત્યાં મેળ માટીનો કરી, તારી થાપના કેડી કિજસા…
સાત સાયર અનંત નદીયુ,રેન્ટ વાયુ વેગજી,
કેતા કહું મેં કંપ સરોવર,મોર્યા બારે મેઘજી,
ત્યાં હેકણ જારી હાથ લઈ,તારો મંજણ કેડો કિજસા.
જાય જયવંતરી ઝળહળ જબાદ કેતકી કરુણા રચી,
નવા દ્રોવણ ફળ નિત નવા,માઇ પુષ્પ ભાર અઢારજી,
ત્યાં તિલક તુલસી પાન બીડી. તારી પત્રી કેડી કિંજસા.
અખંડ અગ્નિ જ્યોત જાગી,કોટી ભાણ પ્રકાશજી,
નવલાખ તારા ચંદ્ર સોતા,દીસે જ્યોત જલારસી,
ત્યાં હેકણ દીવડો હાથ લઈ તારી સંજયા કેડી કિજસા.
અખંડ વાજા અંદર વાગે, નિત્ય ઓચ્છવ થાયજી,
નારદ શારદ શેષ ગાવે, તારી ઓળંગે આલમરાયજી,
ત્યાં હેકણ તંત અને હેકણ જીભ્યા, કીર્તિ કેડી કિજસા.
પાણીમાં પ્રતિબિંબ દીસે, શોભા કેડી અમે કિંજસા,
દાસી જીવણ જપે હાથ જોડી,દેવે દર્શન દિજસા,
ન જાણું નિજપંથી રાજારામ કેડી વિધ રીજસા