નુરત સુરત ચાલી શૂન્યમાં,
મહા શૂન્યમાં મોહી જી,
દેવ ચક્ષુ થઈ દો જણી,
કળા કારમી જોઈ જી, નૂરત…
નુરીજન આગે નટડી
નિરાધારે ખેલેજી,
સુરત ન ચુકે સુંદરી
ધરણી પાવ ન મેલે જી, નૂરત…
તખત ત્રિવેણી ત્યાગી કરી,
ગુરુગમ પર આઈ જી
નાથજી આગે ન્રુત્ય કરી
પદ અમર લખાઈ જી, નૂરત…
ગગન મંડળના ગોખમાં
અનહદ નાદ ઘુરીયા જી,
માવો વગાડે મીઠી મોરલી,
અનભે ઘર પાયા જી, નૂરત…
ઓહમ સોહમ ની સીડી એ,
સન્મુખ ઉભા સે સ્વામીજી,
કહે અખો ગુરુના દેશમાં,
આપોઆપ અનામી જી, નૂરત…