મનસા માંલણી રે ગોરખ જાગતા નર સેવ…
જાગતા નર સેવ તને મળે નિરંજન દેવ..
થડ બ્રહ્માને ડાળ વિષ્ણુ ફૂલ શંકર દેવ…
તીન દેવકું તોડ ડાલે ઓર અબ કરે કિનકી સેવ..
ટાંકણ દેકે ઘડી મુરતિયાં ધર્યો છાતી પર પાવ..
ઇસ મૂરતી મેં સત જો હોય તો ઘડનારે કો ખાય..
સેવ સુંવાળી લાપસીને ધરી દેવની પાસ.
જમનારા તો જમી ગયા ને દેવને નો આવી વાસ..
પૂજારી ના ઓશિયાળા ઠાકોર ઠામો ઠામ..
બંદીવાન મંદિરના એ કેવાના ભગવાન…
ઇસ પથ્થર કે દેવકો ભાઈ જલ મેં દિજીયો ડાલ..
આપું બૂડે વો કિનકું તારે કોન કરે સંભાળ…
પત્થર પૂજે હરી મીલે તો મેં પૂજું ગીરીરાજ..
ઇસ પથ્થર સે ચકકી બની હૈ જગ આટા પીસ પિસ ખાય..
એક ભૂલ્યો ને દુજો ભુલ્યો ભૂલ્યો જગ સંસાર..
એક ન ભૂલ્યો જતી “ગોરખો” રહ્યો ગુરુ ભજન તણે આધાર…