કચ્છથી જેસલ ઉમાવો જી, મેવાડ માલો આરાધે
કેડીએ મળ્યા મુનિવરા, ભોમ આધી આધે
ઉભા જેસલને સંત માલો, ભાયલા ભાવે મેળો
કેડીએ મળ્યા
માલે જેસલને પૂછિયું , આપણે થઈ ઓળખાણ
હાથે પંજો દઈને મળ્યા ઈશારે ધાર્થી ભાઈ
કેડીએ મળ્યા
ઘર જીત્યા ધોરી નમે, કૂવે કડવાં પાણી
આરાધે અમૃત હૂવા, ઈ તોરલ કાઠીયાણી
કેડીએ મળ્યા
સાવ સોનાની ગ્રરની બારંગી, એમાં રૂપાંદે રાણી
માગ્યા મેહ વરરાવિયા, ઈ માલા ઘેર રાણી
કેડીએ મળ્યા
જેસલે વાવી પારસ પીપળી , માલે વાવી જાળ
પાંડુ પિચાળે પરઠિયું, ડાચું વરમંડે જાય
કેડીએ મળ્યા
પાખડમાં, કાવાળી કોળાણી ,
આ જુગ જાતાં જાશે નહીં, પીંપળી પુરાણી
કેડીએ મળ્યા
ધનવે ડુંગર સંતો પગ ધર્યા, સંતો લ્યો વિસામો
સગુરુનાં લોસણાં અને રથાપના કરી પીરની
કેડીએ મળ્યા
આધાન આગે નિર્મળાં, નવનાથે આરાધી
જેસલને તોરલ બોલિયાં, સદ્ધરમની નિશાની
કેડીએ મળ્યા