નિજ ભક્તિ કોઈ વિરલા જાણે,
સબ જુગ કરત કમાઈ
અબ મન ચેત લે મેરે ભાઈ….
જપ તપ તીરથ જોગ જુગતસે,
કરણી ક્યાં લગી જાય રે.
તીનું દેવને દસ અવતારા,
વાકી ખબર ન પાઇ રે.
અબ મન ચેત લે મેરે ભાઈ….
જલખંડ વ્રેમંડ ઇંડ લગી માયા,
તીન પાંચ કે માઇ રે,
અરધ ઉરધ વચ્ચે રૂપ વચન કા,
સાસ ઉશ્વાસ સમાઈ રે.
અબ મન ચેત લે મેરે ભાઈ…
પહેલા પદ સબકોઈ જાણે,
દુજો વૈકુંઠ લઇજાય.
ત્રીજા પદ જ્યોતિ જલત હૈ,
વહાં લગી નિરભે નાહી રે.
અબ મન ચેત લે મેરે ભાઈ….
અલખ અખંડીત અકળ અરૂપી,
અજર અમર ઘર પાઇ,
મન પવન થી ન્યારા ખેલે,
દુરમતી દૂર બતાઈ રે.
અબ મન ચેત લે મેરે ભાઈ…..
સતસંગ કારીલે સતગુરુ સાથે,
મન ચિત ચરણું માઇ,
ત્રિકમદાસ સત ખીમકેરા ચરણે,
ગ્રહી ટેક ગમ પાઇ રે.
અબ મન ચેત લે મેરે ભાઈ…..