કાયા તો ધુતારા ના શહેર છે
પ્રભુ જી ને સમયૉ વિના,
નાથજી નિવાજયા વિના પાર નહિ પામીએ
જનમ્યો તે દી શું બોલતો,
હવે રે બોલવા માં ઘણો ફેર છે;
માયા મા મનડું તારું બહુ રે લોભાણું,
રામ ને ભજવા થી વેર છે..
નાથજીને નિવાજયા વિના..
મોટપણું તે બહુ રે લીધું છે પ્રાણી,
મોટપણું તને વેડે છે,
કુડી કમાણી તારી ચોપડે ચડશે,
લેખા લેવાને ધણી તને તેડસે છે.
નાથજીને નિવાજયા વિના..
મધ્યસાગરમાં સાચા રે મોતી,
છીપે છીપે ઘણો ફેર છે;
બાવા બન્યા તેથી શું રે થયું ભાઈ,
પ્યાલે પ્યાલે ઘણો ફેર છે.
નાથજીને નિવાજયા વિના..
કહે રવિ રામ ગુરુ ભાણને પ્રતાપે,
દીધા વિના ક્યાંથી પામશો
દેવું રે હોય તો દઇને જાજો,
એમાં પ્રભુની સાચી મહેર છે.
નાથજીને નિવાજયા વિના..