સંતો ફેરો નામની માળા,
તેરા કટે જનમ જંજાળા
ગુરુગમ કેરી કૂંચી કરી લ્યો,
તો તૂટે મોહકા તાળા.
ઇ તાળાને દૂર કરો તો,
ઘટ ભીતર અજવાળા
સંતો ફેરો નામની….
આ કાયામાં પ્રગટ ગંગા,
શીદ ચાલો પગ પાળા,
ઇ ગંગામાં અખંડ નાઈ લ્યો,
મત નાવ નદી નાળા
સંતો ફેરો નામની..
આ દિલ અંદર બુધ્ધિ સમંદર,
ચલત નાવ ચોધારા,
ઇરે નાવમાં હીરા માણેક,
ખોજે ખોજન હારા
સંતો ફેરો નામની…
સમરણ કારીલે પ્રાયશ્ચિત કર લે,
ચિતમાં ના કર સાળા,
‘ખીમદાસ’ ગુરુ ભાણ પ્રતાપે,
હર દમ બોલે પ્યારા
સંતો ફેરો નામની…