તારી તેણે ન ભાંગી તશ,
એવી અવિદ્યા રૂપી રાત છે રે,
તેમાં જાગશે કાઈક જન
એવી ભૂલવણીની ભાત છે રે.
તાર મેહરૂપી પલંગ
ઉપર પાંખડરૂ પી પેઢવારે
તારે અજ્ઞાન સ્ત્રીનો સંગ
ઉપર લાભ પછેડે ઓઢવારે
દીધાં કબુદ્ધિનારે કમાડ
આડી ભોગળ બીડી ભ્રમની રે
તું ને વાલી વિષયની વાત
તેણે સંકા ન છુટે શ્રમનારે
તારે વેદ સાથે છે ખેદ
હાંસી કરે છે હરીજનની રે.
જ્યારે જાશો જમને ઠાર
મોટપ કામ નહી આવે મનની રે
તારે તપે ત્રિનિંધના તાપ
તારૂં મન ઘરાણું માનમાંરે.
કેડે કુટુંબને પરિવાર
તુને ગળવા નહિ દીયે જ્ઞાનમાંરે.
જુવો આદિ અંત્યે એક
જોતાં રૂપ ન જડે જીવનું રે
મુળદાસ કહે કહ્યું માન
ચિતમાં સ્મરણ કર એક શિવનું રે