માથે ભર્યાં મહી કેરા માટ,
ગોકુળએથી હાલ્યા રે,
યાદવ ઉભા જમુનાને તિર,
બોલડીએ બંધણા રે
ગુરુ મારા મારે દૂધ સાકાર ઘોળીને,
ઉછેર્યા હરિયે અમને રે,
ઉછેરીને વખડા ધોળોમા મારાજ,
ઘટે નહીં પ્રભુજી તમને રે.
માથે ભર્યાં મહી કેરા માટ…
ગુરુજી પ્રેમનો પશેડો વાલીડે આજ,
ઓઢાડયો અમને રે,
ઓઢાડીને ઉતારોમા મારાજ,
આવું ઘટે નહીં હરિવર તમનેરે.
માથે ભર્યાં મહી કેરા માટ…
હિરની દોરી લઈને હાથ,
હીંચકાવ્યા પ્રભુ અમને રે,
હવે હડતેલોમાં એજી મારા રે નાથ,
આવું ઘટેનહીં હરિવર તમને રે.
માથે ભર્યાં મહી કેરા માટ…
ઊંડારે કૂવામાં વાલીડે આજ,
ઉતાર્યા હરિયે અમને રે,
ઉતારીને વરત વાઢોમા મારાજ,
આવું ઘટેનહીં હરિવર તમને રે.
માથે ભર્યાં મહી કેરા માટ…
બોલિગ્યા રવીને ગુરુજી ભાણ,
ત્રિકમજી અમને તારો રે,
મોરાર કહે પકડો ને મારી બાય,
ભવસાગર પાર ઉતારો રે.
માથે ભર્યાં મહી કેરા માટ…