સેજે સયાજી મારૂ દિલડું ન માને દુબજાળું
કહોને ગુરુજી, મારૂ મનડું ન માને મમતાળુ
વાળી વાળી મનને વાડલે પૂરું વાલા,
પતળેલ જાય છે પરબારું.
ઘડી એક મન મારૂ કીડી કુંજર વાલા,
ઘડીક ઘોડે ઘડીક પાળે,
તીરથ જઈને તપસ્યા રે માંડું વાલા,
પંચ ધૂણી પરજાળું,
મારૂ મનડું ન માને મમતાળુ….
કામ અને કાજ માને કાઇન સુજે વાલા,
ખલક લાગેછે બધુ ખારું.
હવે તો ગુરુજી મારા ઓરડા ચણાવું વાલા,
રૂઠડા રે રામને માનવું.
મારૂ મનડું ન માને મમતાળુ.
દાસી જીવણ સત ભીમ કેરા ચરણા વાલા,
સરજ્યું હશે તો થાશે સારું,
મારૂ મનડું ન માને મમતાળુ.