ભાઈ રે વિનાની ટુટી ગઈ જોડી રે.
બંધુ રે વિના મારી ટુટી ગઈ જોડી
શક્તિ કો બાણ તો લગ્યો લક્ષ્મણ કો,
રજની ગયી ને રંજ ગોરજ ભઈયો
ભાઈ રે વિનાની ટુટી ગઈ જોડી
ગયે કપી હનુમાન જી હજી કેમ ન આવ્યાં,
રજની ગયી ને રંજ ગોરજ ભઈયો
ભાઈ રે વિનાની ટુટી ગઈ જોડી
આ રે સમયે કોઈ લક્ષ્મણ જગાવે,
આપુ અવધ એને દોઈ કર જોડી રે
ભાઈ રે વિનાની ટુટી ગઈ જોડી
શું મુખ લેકર મૈ જાવુરે અવધ મૈ,
માતા રે સુમિત્રા પુછે અમને દોડી રે દોડી
ભાઈ રે વિનાની ટુટી ગઈ જોડી
કહે ”તુલસીદાસ ” ઘણુ જીવો લક્ષ્મણ,
લંકા જલે જેમ ફાગણ કી હોલી રે
ભાઈ રે વિનાની ટુટી ગઈ જોડી