ભાલા વાળા ધણી ભેળે રહેજો,
રામ રાણુજા વાળા રે
દુઃખ તણો બાપા દરિયો રેળ્યો,
મૂળ ધરમ ઘણાયે મેલ્યો રે,
કળજુગ આવ્યો આતો છેલ્લો,
નક્કી આવોને નુરાળા રે.
ભાલા વાળા ધણી ભેળે રહેજો….
પ્રપંચ પાખંડ સૌને પીડે,
વખત પ્રમાણે વેડે રે,
કોઈનો હાલે બાપા ધરમને કેડે,
માટે ઘોડે ચડોને ઘોડા વાળા રે.
ભાલા વાળા ધણી ભેળે રહેજો….
સુખરામ કહે મારી સન્મુખ રહેજો,
મજરો માની લેજો રે,
અટક પડે ત્યારે આડા રહેજો,
સહાય કરોને ચોગા વાળા રે.
ભાલા વાળા ધણી ભેળે રહેજો….