રાધા દર્પણ લઈ મુખ જોયા કરે
મારી જેવું રૂપાળું નથી કોઈ
અભિમાન કોઈનું રેતુ નથી
પ્રભુ રાધાજી ના ભેદ ને જાણી ગયા
એ તો ગયા કુબ્જા ને ઘેર
અભિમાન કોઈનું…..
રાધા દર્પણ….
કુબ્જા પ્રભુજી ને જોઈ હરખાઈ ગયા
હું શું રે કરું સન્માન
અભિમાન કોઈનું…
રાધા દર્પણ….
કુબ્જા એ ભાવતા ભોજન રાંધિયા
ધન્ય ધન્ય અમારા ભાગ્ય
અભિમાન કોઈનું…
રાધા દર્પણ…
રાધા દર્પણ લઈ ને બેસી ગયા
એ તો પ્રભુ જી ની વાટ
અભિમાન કોઈનું…
રાધા દર્પણ…
પ્રભુ આટલી તે વાર તમને ક્યાં રે લાગી
મારા ભોજનીયા ઠરી ઠરી જાય
અભિમાન કોઈનુ…
રાધા દર્પણ…
રાધા પેટ માં તો ભૂખ અમને લાગી હતી
અમે જમી આવ્યા કુબ્જા ને ઘેર
અભિમાન કોઈનું…
રાધા દર્પણ…
રાધા એટલું તે સાંભળી ને સમજી ગયા
રાધા રૂપાળી નાર અમને ગમતી નથી
મારે જોઈ અંતર ના પ્રેમ
અભિમાન કોઈનું…
રાધા દર્પણ….
રાધા આવી ને પ્રભુ જી ના પગ મા પડ્યા
હવે કોઈ દી નો કરું અભિમાન
અભિમાન કોઈનું….
રાધા દર્પણ…..
મારી જેવું રૂપાળું….
અભિમાન કોઈનું….