આંખે જ્યાં નીંદર ઘેરાય
સપના માં ડાકોર દેખાય
આનંદ આનંદ ઉભરાય
સપના માં ડાકોર દેખાય
દર્શન કરવા સૌ આવે રાજા રણછોડ ને દ્વારે
પ્રેમે પ્રસાદ ધરાવે ભાવે ભજન લલકારે
ભક્તો ના હૈયા હરખાય
સપના માં ડાકોર દેખાય
આંખે જ્યાં નીંદર…
દેરું ગગન માં ગાજે દરવાજે નોબત વાગે
રાજા નો રાજા બિરાજે એના પર નજર્યું એ નાખે
ધોળી ધજાઓ લહેરાય
સપના માં ડાકોર દેખાય
આંખે જ્યાં નીંદર….
દિલ નો છે એવો દયાળો મન નું માગેલું દેનારો
અંતર ને ઓળખનારો મીઠી મોરલીયો વાળો
બિંદુ તો વારી વારી જાય
સપના માં ડાકોર દેખાય
આંખે જ્યાં નીંદર….