28 મને કૃષ્ણ જોયાના ઘણા કોડ હરિવર


મને ક્ર્ષ્ણ જોયાના ઘણા કોડ હરિવર હાલોને
હું તો ઉમૈયા ને લાગુ પાય
હરિવર…

દેવળે દેવળે દિવા કરુ ને પુજુ ભોળાનાથ,
એવા કાન કુંવર ને પામવા,
હું તો ધરું મહાદેવ નું ધ્યાન

ગોકુલ ગામની ગોવાલણીને નંદજશોદાનો લાલ,
ઓલ્યો કાનુડો ગોપી ને મોહી ગયો,
એનું મુખડું છે લાલમલાલ
હરિવર….

સાસુ જેના યશોમતીને સસરાજી નંદલાલ,
કાન કુંવરીયો કોડામણો,
એનું સાસરિયું ગોકુળ ગામ
હરિવર….

કાને કુંડળ શોભતાને કંઠે પુષ્પ નો હાર,
જેના પગમાં રાઠોડી મોજડી,
એ તો ચાલે ચટકતી ચાલ
હરિવર….

ગાય શીખે ને સાંભળે શામળિયાનો જે સાદ,
નરનારી વૈકુંઠ વસે,
તેના ગુણ નરસૈંયો ગાય
હરિવર.


Leave a Reply

Your email address will not be published.