આજે દિવાળી ગોકુળ ગામ માં રે લોલ
નંદ ઘેર આનંદ વરતાય રે
જશોદા જુલાવે કુંવર કાન ને રે લોલ
ગોપી ગોવાળ ટોળે મળ્યા રે લોલ
માનુની મંગળ ગાય રે
જશોદા જુલવે કુંવર કાન ને રે લોલ
સાકર ઉછાળે સૌ હેત થી રે લોલ
ફૂલડે વરસ્યો છે વરસાદ રે
જશોદા જૂલાવે કુંવર કાન ને રે લોલ
કાના ના લેતા સૌ વારણા રે લોલ
ગાયો ના દેતા દાન રે
જશોદા જૂલાવે કુંવર કાન ને રે લોલ
નીરખી નાનકડા નંદલાલ ને રે લોલ
વ્રજવાસી રાજી રાજી થાય રે
માં જશોદા જૂલવે કુંવર કાન ને રે લોલ
આનંદ સાગર ઉમટયો રે લોલ
બિંદુ ને હરખ નો માય રે
જશોદા જૂલાવે કુંવર કાન ને રે લોલ