મારા કાના નો બર્થ ડે આવે છે
હેપ્પી બર્થડે હા હો
મારા કાના નો બર્થ ડે આવે છે….
વ્રજ ની ગોપી આવે છે
ઢીંગલા પોતિયા લાવે છે
મારા કાના ને રમાડે છે
મારા કાના નો બર્થ ડે આવે છે….
વીરા બળભદ્ર આવે છે
ગેંડી દડો લાવે છે
મારા કાના ને રમાડે છે
મારા કાના નો બર્થ ડે આવે છે…..
કુંતા ફઈબા આવે છે
જબલા ટોપલા લાવે છે
મારા કાના ને પેરાવે છે
મારા કાના નો બર્થ ડે આવે છે…
રાધા રાણી આવે છે
કાના ને કાઇ પજવે છે
મારા કાના ને સતાવે છે
મારા કાના નો બર્થ ડે આવે છે….
બેની સુભદ્રા આવે છે
નાના રમકડાં લાવે છે
મારા કાના ને રમાડે છે
મારા કાના નો બર્થ ડે આવે છે…
ગંગા જમના આવે છે
નીર ભરી ને લાવે છે
મારા કાના ને નવરાવે છે
મારા કાના નો બર્થ ડે આવે છે…