કાનુડા ને કઈ કઈ ને થાકી ગઈ
વાલો મારો જરિયે માને નહિ
નિત્ય નવા જબલા પેરાવું કાન ને
મેલા કરે છે બાર જઈ
કાનુડા ને કઈ કઈ ને…
એને સમજણ આવે નહિ…
કાનુડા ને કઈ કઈ ને…
શીરો પૂરી ને ભજીયા બનાવ્યા
ઇ તો માગે છે રોટલો ને દહીં
કાનુડા ને કઈ કઈ ને…
સોના રૂપા ના રમકડાં આપું
રમે છે ગેડી દડો લઈ
કાનુડા ને કઈ કઈ ને…
માખણ મીસરી ખવરાવું કાન ને
ગોરસ લૂંટે છે બાર જઈ
કાનુડા ને કઇ કઇ ને…
એને સમજણ આવે નહિ
કાનુડા ને કઈ કઈ ને…
ગામના ગોવાળ ભેગા કરીને
નાચે છે તા તા થૈ
કાનુડા ને કઈ કઈ ને…
સોનાનું પારણું ને હીરલા ની દોરી,
એના પ્રેમ ના તાતણે બંધાઈ ગઈ….