વ્હાલા કાન કુંવર મારો મોરલો ગિરધારી રે,
રાણી રાધા છે વ્રજના પ્રાણ,જીવન વારી રે…
વ્હાલા કેસરિયા વાઘા હરિને શોભતા ગિરધારી રે,
દેખી મુનીવર ખોવે ભાન,જીવન વારી રે…
વ્હાલો સોળે શણગાર સજી આવિયા ગિરધારી રે,
દીઠ્યા રાધારાણી ના બહુ માન,જીવન વારી રે…
વ્હાલા શરદ પૂનમ ની રાતડી ગિરધારી રે,
વહેતા મુક્યા છે નવરસ પાન,જીવન વારી રે…
હરિ હરિ રમે ને ફરે ફૂદડી ગિરધારી રે,
જોઈ ગોપીયું ને ચડતું તાન,જીવન વારી રે…
વ્હાલા શોભા શું વર્ણવું આજની ગિરધારી રે,
જોયા દેવોને ગાતા ગીત,જીવન વારી રે…
રાસ રમે છે શિવ ને પારવતી ગિરધારી રે,
શિવની સાડી તે સરી સરી જાય,જીવન વારી રે…
હરિ કાન ગોપી રમે ભાવથી ગિરધારી રે,
જ્યાં જોઉં ત્યાં રાધે કાન,જીવન વારી રે…