મોરના પીંછડા વાળો કાનુડો મારો
મોરના પીંછડા વાળો
માથે છે મુકુટ રૂપાળો કાનુડો
મારો મોરના પીંછડા વાળો…
વંડી ઠેકીને મારા વાડા માં આવતો
વાંદરા ને ઈ તો છાપરે ચડાવતો
મસ્તી કરે છે મતવાલો
કાનુડો મારો મોરના પીંછડા વાળો..
જમનાજી માં હું જાઉં જયારે પાણી
પાછળ થી ચૂંદડી તાણી
કાનુડો મારો મોરના પીંછડા વાળો…
રેઢા તે મારા દ્વાર ઉઘાડે
ઢોળી કરે છે ભાંજવાડો
કાનુડો મારો મોરના પીંછડા વાળો..
દોહવા ટાણે રે મારા બોઘડાં સંતાડે
વાછરું ના છોડે ઈ છોગાળો
કાનુડો મારો મોરના પીંછડા વાળો…
એટલો કનડે તો એ વ્હાલો ઈ તો લાગે
નટખટ નંદજી નો લાલો
કાનુડો મારો મોરના પીંછડા વાળો..
મોટા ના છોરું ને જાજુ શું કહેવું
આવે મને નંદજીનું મોઢું
કાનુડો મારો મોરના પીંછડા વાળો..
બાઈમીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ
અમને ચરણો માં રાખો
કાનુડો મારો મોરના પીંછડા વાળો…