46 બરસાના અમારુ પિયર રાજ ગોકુળ


બરસાના અમારુ પિયર રાજ
ગોકુળ મારુ સાસરીયુ
અમને સાસરિયે બહુ ગમશે રાજ
ગોકુળ મારુ સાસરીયુ

નંદબાવા અમારા સસરા રાજ
ગોકુળ મારુ સાસરીયુ
અમે એને દેખીને ઘૂંઘટ તાણશું રાજ
ગોકુળ મારુ સાસરીયુ

નંદરાણી અમારા સાસુ રાજ
ગોકુળ મારુ સાસરીયુ
અમે તેને તે પાયે પડશું રાજ
ગોકુળ મારુ સાસરીયુ

બળભદ્ર અમારા જેઠ રાજ
ગોકુળ મારુ સાસરીયુ
અમે તેને દેખીને જીણા બોલશું રાજ
ગોકુળ મારુ સાસરીયુ

રેવતીજી અમારા જેઠાણી રાજ
ગોકુળ મારુ સાસરીયુ
અમે એની સાથે વાદ વદશું રાજ
ગોકુળ મારુ સાસરીયુ

સુભદ્રા અમારા નણદી રાજ
ગોકુળ મારુ સાસરીયુ
અમે તેની સાથે પાણીડાં ભરશું રાજ
ગોકુળ મારુ સાસરીયુ

કુન્તાબા અમારા ફઇજી રાજ
ગોકુળ મારુ સાસરીયુ
અમે એના તે કહ્યા કરશું રાજ
ગોકુળ મારુ સાસરીયુ

ક્ર્ષ્ણ કનૈયો અમારો પરણ્યો રાજ
ગોકુળ મારુ સાસરીયુ
અમે ભવોભવ સાથે રહેશું રાજ
ગોકુળ મારુ સાસરીયુ
અમને ગોકુળ માં બહુ ગમશે રાજ રાજ
ગોકુળ મારુ સાસરીયુ


Leave a Reply

Your email address will not be published.