ધીરે ધીરે આવ કાન્હા ખખડાટ થાય નહિ,
ઘરમાં સુતેલા બધા જોજે જાગી જાય નહિ..
વાડા ના બારણાં ની સાંકળ ખખડાવજે,
ધીરે રહીને કાના મોરલી વગાડજે,
મોરલી ના નાદે મારા બાળક જાગી જાય નહીં ….
સામેના ઓરડા માં સાસુજી સુતા છે,
બાજુના ઓરડા માં સસરાજી સુતા છે,
ઝાંઝરનો ઝણકાર વ્હાલા જોજે ઝણકી જાય ના…
તારે આવવાની ખબર અગાઉ થી આપજે,
તારો સન્દેશો વ્હાલા સાનમાં સમજાવજે,
બાવડી ઝાલી છે કાના જોજે છૂટી જાય ના…
કાનમાં છે કુંડલ ને માથે છે મુગટ,
ગળા માં શોભે વ્હાલા વૈજન્તી માળા
કેડ્ય નો કંદોરો વાલા જોજે ખખડી જાય ના..
સાસુજી અમારા છે રે હોંશીલા ,
નણદી અમારા છે રે લાડકડા
ઘરના સ્વામીને વ્હાલા જોજે ખબર થાય નહિ,
આટલી વિનંતી સુણો મારા વ્હાલા,
ગોપીયો પ્રણામ કરે તમને મારા વ્હાલા,
નાવડી કિનારે આવી જોજે ડૂબી જાય નહી….