52 રાધા રીસાણા કાળા કાનજી હો જીરે


રાધા રીસાણા કાળા કાનજી હો જીરે
છેટો રે નંદજીના લાલ હો જીરે,
હવે નહિ બોલું તારી સાથ,
વેરણ લાગે છે તારી વાંસળી….

એના તે માન મને મૂંઝવે હો જી રે,
એવા એના શા રૂપ હો જીરે,
આખો દી રાખે તારી પાસ
વેરણ લાગે છે તારી વાંસળી….

અધરો થી આઘી ના ખસે હો જીરે,
મારાથી કેમ સહેવાય હો જીરે,
જોતા લાગે છે મને આગ…
વેરણ લાગે છે તારી વાંસળી….

આસુંડા જોઈ રાધાની આંખમાં હો જીરે,
મોહન મનાવવા જાય હો જીરે,
માનો ને રાધા મારી વાત..
હવે નહિ વગાડું કોઈદી વાંસળી…

મુકો રાધા રાણી રૂસણા હોજીરે,
તું છે હૈયાનો હાર હો જીરે,
દીધેલા કોલ કોઈદી નહિ ભૂલું….
વેરણ લાગે છે તારી વાંસળી….

બિંદુનો શ્યામ બહુ કરગરે હો જીરે,
આપ્યું વચન હાથો હાથ હો જીરે,
પહેલા રાધા ને પછી વાંસળી
રાખો ચરણો ની પાસ હો જીરે,
હવે નહિ વગાડું કોઈ દી વાંસળી…


Leave a Reply

Your email address will not be published.