છેલ છબીલા છોગાળા તારો રંગ કાળો છે
તારો રંગ કાળો મીરાંબાઈ ને વ્હાલો,
ઝેરના પીનારા તારો રંગ કાળો છે
તારો રંગ કાળો નરસિંહ મહેતાને વ્હાલો,
હૂંડી સ્વીકારનારા તારો રંગ કાળો છે
તારો રંગ કાળો દ્રૌપદીજીને વ્હાલો,
ચીર પુરનારા રે તારો રંગ કાળો છે
તારો રંગ કાળો સખુબાઈ ને વ્હાલો,
બેડે પાણી ભરનારા તારો રંગ કાળો છે
તારો રંગ કાળો વિદુરજીને વ્હાલો,
ભાજી આરોગનારા તારો રંગ કાળો છે
તારો રંગ કાળો સુદામા ને વ્હાલો,
તાંદુલ આરોગનારા તારો રંગ કાળો છે
તારો રંગ કાળો અર્જુનજી ને વ્હાલો,
રથને હાંકનારા તારો રંગ કાળો છે
તારો રંગ કાળો જશોદા માં ને વ્હાલો,
માખણ આરોગનારા તારો રંગ કાળો છે
તારો રંગ કાળો ગોવાળિયાને વ્હાલો,
ગાયો ચરાવનારા તારો રંગ કાળો છે
તારો રંગ કાળો ને ગોપીયો ને વ્હાલો,
રાસ રમાડનારા તારો રંગ કાળો છે
તારો રંગ કાળો રાધાજીને વ્હાલો,
મટકી ફોડનારા તારો રંગ કાળો છે
તારો રંગ કાળો રાધેશ્યામ મંડળને વ્હાલો,
દર્શન દેનારા તારો રંગ કાળો છે