તમે શ્યામ સુન્દરના ઠકરાણી
મને દર્શન દયોને દીન જાણી…
માં વિશ્રામ ઘાટે નિવાસ કર્યો
ત્યાં પ્રભુજીએ વિશ્રામ કર્યો,
માં ઠાકોરજી ના ઠકરાણી
મને દર્શન દયો ને દીન જાણી….
શ્રી વલ્લભ કુળની બલિહારી
તારા ચરણ કમલ માં જાઉં વારી
માં વેદ પુરાણે વખાણી
મને દર્શન દયો ને દીન જાણી….
માં જળ તારા ગંભીર ભર્યા
તારું પાન કરી વૈષ્ણવ તર્યા,
માં અધમ ઉધારણ મહારાણી
મને દર્શન દયો ને દીન જાણી….
માં સકલ મનોરથ પૂર્ણ કરો
મારા રુદિયામાં ભરપૂર ભાવ ભરો,
માં વૈષ્ણવ ને પાવન કરનારી…
મને દર્શન દયો ને દીન જાણી….
માં તારી કૃપાથી સેવા કરું
વળી નિત્ય નિયમ ના પાઠ કરું,
મને ભક્તિ રસની દેનારી
મને દર્શન દયો ને દીન જાણી….
મારે શ્રીનાથ ના દર્શન કરવા છે,
વળી તારે ખોળે ખેલવું છે,
મારી ઈચ્છા યમુના પાન કરવાની
મને દર્શન દયો ને દીન જાણી….
માં હારી થાકી તારે શરણે
હવે નિરાંતે દર્શન કરવાની,
મારી વિનંતી સ્વીકારો મહારાણી
મને દર્શન દયો ને દીન જાણી….