જા રે ગોવાલણી રે હું તને જાણતી
કાનુડો નથી તોફાની ગોવાલણી રે
હું તને જાણતી
રોજ પ્રભાતે શાને દોડી તું આવતી
વલોણાં વલોવાના બહાના બતાવતી
થાતી ઈશારે વાત છાની ગોવાલણી રે
હું તને જાણત
મારે શું ખોટ છે તે માખણ તું આપતી
ચોર ચોર કરી આખા ગામમાં વગોવતી
છતાં નફ્ટ તું રહેવાની ગોવાલણી રે
હું તને જાણતી
ગોવાળિયા સન્ગ ભલે ફાવે તેમ ફરતો
તું શું કામ જાતિ જ્યાં કાનુડો રમતો
આવી શું માંડી નાદાની ગોવાલણી રે
હું તને જાણતી
ગાંડો ઘેલો તોયે મારે એ લાડકો
મનહર કીધો મોટો ભલે હોય પારકો
રાધા તમે નથી નાના ગોવાલણી રે
હું તને જાણતી