હો કનૈયા રાસ લીલા થાય છે
પ્રભુજી તમને મળવાનું મન થાય છે
કનૈયા રાસ લીલા થાય છે
સસરા અમારા અડસઠ તીરથ ધામ છે
સાસુ અમારા તુલસી કેરા છોડ છે
કનૈયા રાસ લીલા થાય છે
જેઠજી અમારા અડસઠ તીરથ ધામ છે
જેઠાણી અમારા ગંગા જમુના નીર છે
કનૈયા રાસ લીલા થાય છે
દેરજી અમારા અષાઢ કેરા મેઘ છે
દેરાણી અમારા વાદળ કેરી વીજ છે
કનૈયા રાસ લીલા થાય છે
નણદી અમારા વાડી કેરી વેલ છે
નણદોઈ અમારા મોંઘેરા મહેમાન છે
કનૈયા રાસ લીલા થાય છે
પરણ્યો અમારા ગુલાબ કેરું ફૂલ છે
અમે તમારા ગુલાબ કેરી પાંખડી
કનૈયા રાસ લીલા થાય છે