જૂઠડી કાયા રાણી
જૂઠડી કાયા રાણી, જૂઠા ન બોલો
વઢશે તને તારા ઘડનારો.
જૂઠડી કાયા રાણી…..
જૂઠી કાયા ને જૂઠી માયા
જૂઠે જગકો ભરમાયા
અંતકાળેજીવને જાવું એકલુ
મરમ કોઇ વિરલાએ પાયા રે.
જૂઠડી કાયા રાણી…..
આ જગમાં વેલા વળશું
આવીને ભ્રમમાં ભરાણા રે
સગા કુટુંબની માયા લાગી
પ્રિયાને બાલે બંધાણા રે.
જૂઠડી કાયા રાણી…..
મનુષ્ય પદારથ મહાસુખ પાયો
ભજન કરી લે ગુરૂ દેવાના
દૂધ પુતને અન્ન ધન લક્ષ્મી
એ ફળ છે તારી સેવાના.
જૂઠડી કાયા રાણી……
આ દુનિયામાંથી કઇક નર ચાલ્યા ગયા
હાથી ઘોડાના ચડનારા
ઘટ ભીતર ગુણ ગાયે “નથુરામ”
અહીયાં નથી કોઇ રહેવાના.
જૂઠડી કાયા રાણી…..